Wednesday - Apr 29, 2026

મોરબી જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રિકો માટે સેવા કેમ્પ શરુ

મોરબી જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રિકો માટે સેવા કેમ્પ શરુ

મોરબી : જગત જનની માં આધ્યશક્તિના આરાધનાના મહાપર્વ નવરાત્રિ નિમિતે  કચ્છમાં બિરાજમાન માં આશાપુરા ના પગપાળા દર્શન કરવા જવાનું અનેરું મહત્વ હોવાથી નવરાત્રી નજીક આવતા કચ્છ જવા માટે પદયાત્રી નો પ્રવાહ શરુ થઈ ગયો છે. કચ્છ માતાના મઢે જતા પદયાત્રિકો માટે ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ થઈ ગયા છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પણ મકનસર પાસે આવેલા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.
 

મોરબી જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રિકો માટે સેવા કેમ્પ શરુ

આ અંગે માહિતી આપતા Dy.Sp. પી.એ ઝાલાએ જણાવ્યું હતું કે, મકનસર પાસે આવેલા વણઝારાની મેલડીમાં પાસે ગામ લોકો દ્વારા છેલ્લા 19 વર્ષથી પદયાત્રિકો માટે સેવા કેમ્પો થઈ રહ્યા છે. જેમાં છેલ્લા બે વર્ષથી મોરબી જિલ્લા પોલીસ પણ જોડાય છે અને આ વર્ષે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જ આ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. અહીં 250 લોકો આરામ કરી શકે, ભોજન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને મેડિકલની સુવિધા પણ કરવામાં આવી છે

આ કેમ્પનો પ્રારંભ મેલડી માતાજી અને મહાદેવની મહા આરતી સાથે કરવામાં આવ્યો હતો. જેમાં Dy.S.P. પી.એ. ઝાલા, પીઆઇ ચૌહાણ, એચ.એ. જાડેજા, એન.એ.વસાવા, એન.આર. મકવાણા, સહિતના અધિકારી અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રિકો માટે સેવા કેમ્પ શરુ