Monday - Apr 20, 2026

મોરબીના નાની વાવડી ગામે ઉમિયા માતા સિદસર દ્વારા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબીના નાની વાવડી ગામે ઉમિયા માતા સિદસર દ્વારા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

 મોરબીના નાની વાવડી ગામે ગઈકાલે તા.16 જૂનના રોજ રવિવારે ઉમિયા માતા સિદસર દ્વારા ચાલતી પ્રવૃત્તિઓમાં કળશ યોજના અંતર્ગત મોરબી જિલ્લા મહિલા સમિતિ દ્વારા મહિલા સંમેલન એમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
 
મોરબીના નાની વાવડી ગામે ઉમિયા માતા સિદસર દ્વારા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

નાની વાવડીની સમિતિના સંગીતાબેન પડસુબિયા, દયાબેન પડસુબિયા, રસીલાબેન પડસુબિયા સહિતના પ્રયાસોથી 325 કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં  સરોજબેન મારડિયા ઉમિયા સંગઠન સમિતિ સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ, કે.એમ. ભુવા ટ્રસ્ટી ઉમા ભવન રાજકોટના સી.ઓ., ડો. મનુભાઈ કૈલા પ્રમુખ સમૂહ લગ્ન સમિતિ મોરબી, સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપસ્થિત મહાનુભાવોએ સામાજિક પ્રશ્નોની છણાવટ, કુરિવાજો અને ખોટા ખર્ચાના વિરોધ સહિતના મુદાને આવરીને સમીક્ષા કરી હતી.આ કાર્યક્રમનું સંચાલન જેન્તીભાઈ પડસુબિયા કરી પ્રવીણભાઈ પડસુબિયાએ આભારવિધિ કરી હતી.
 
મોરબીના નાની વાવડી ગામે ઉમિયા માતા સિદસર દ્વારા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા