કચ્છથી બે બોલેરો ગાડીમાં બે ઠાંસી -ઠાંસીને ક્રૂરતા પૂર્વક બાંધી ઘેટાંઓને લઈ જવામાં આવી રહ્યા હોવાની બાતમીને આધારે મોરબીના ગૌરક્ષકોએ ટીંબડી પાટિયા, રવિરાજ ચોકડી નજીક વોચ ગોઠવી મોરબી તાલુકા પોલીસની મદદથી આ બે ગાડીઓને ઝડપી લઈ 67 ઘેટાઓના જીવ બચાવી લીધા હતા.
કચ્છ તરફથી બે બોલેરો ગાડીમાં અબોલજીવને ક્રૂરતાપૂર્વક બાંધીને રાજકોટ – જામનગર તરફ લઈ જવામાં આવી રહ્યા હોવાની ચોક્કસ બતમમીના આધારે મોરબીના ગૌરક્ષકોની ટીમેં મોરબી તાલુકા પોલીસની મદદથી મોરબી – કચ્છ હાઇવે ઉપર વોચ ગોઠવી ટીંબડી પાટિયા રવિરાજ ચોકડી નજીકથી પસાર થતી જીજે – 12 – બીવાય – 594 અને જીજે – 12 – બીવાય – 4428 નંબરની બોલેરો અટકાવી તલાશી લેતા બોલેરો ગાડીમાંથી 67 ઘેટા ઠાંસી ઠાંસીને ભર્યા હોવાનું સામે આવ્યું હતું. આથી મોરબીના જીવદયાપ્રેમી જયરાજસિંહ મહાવીરસિંહ ઝાલાની પશુપ્રત્યે ઘાતકીપણુ આચરવાની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી મુસ્તુફા જમનશા શેખ, રહે-ભુજ ઓકટ્રો ચોકી બાજુમાં તા-અંજાર, મહમદ સીદીક આશિમશા શેખ, ભીમાભાઈ વશરામભાઈ રબારી, રહે-જંગી ગામ તા-ભચાઉ જી-કચ્છ અને આરોપી અમીનશા મહમદશા શેખ રહે-શિકારપુર તા-ભચાઉ જી-કચ્છ-ભુજ વાળાને અટકાયતમાં લઈ બે બોલેરો ગાડી સહિત કુલ રૂપિયા 8,01,000નો મુદ્દામાલ કબ્જે લઈ ઘેટાઓને પાંજરાપોળ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.