Monday - Apr 20, 2026

મોરબીની 500થી વધુ શાળાઓમા ફાયર સેફટી મામલે સઘન તપાસ

મોરબીની 500થી વધુ શાળાઓમા ફાયર સેફટી મામલે સઘન તપાસ

રાજકોટ અગ્નિકાંડની ઘટનાને પગલે શાળાઓમા ફાયર સેફટીના સાધનો અને એનઓસીની તાત્કાલિક તપાસ કરવા આદેશ આપતા આજે રવિવારે રજાના દિવસે પણ મોરબીમાં 100થી વધુ ટીમોએ એક એક શાળાની જાત તપાસ કરી હતી.

મોરબી જિલ્લામાં કુલ 500થી વધુ પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી હોય એમાં પ્રાથમિક વિભાગમાં 80 અને માધ્યમિક વિભાગમાં 23 જેટલી ટીમો ફાયર સેફ્ટી અને ફાયર એનઓસીની ચકાસણી માટે મેદાનમાં ઉતરી છે અને સાંજ સુધીમાં રિપોર્ટ આવ્યા બાદ 17 જુને સરકારને રિપોર્ટ મોકલનાર હોવાનું જાણવા મળે છે.