Friday - Jan 24, 2025

હાલ શહેર ભાજપના હોદ્દાઓમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે જિલ્લા ભાજપ પ્રમુખ..

હાલ શહેર ભાજપના હોદ્દાઓમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે જિલ્લા ભાજપ પ્રમુખ..

મોરબી:- મોરબીમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવશે ત્યારબાદ જ શહેર ભાજપના માળખામાં ફેરફાર કરવામાં આવશે. ત્યાં સુધી હાલના તમામ હોદ્દેદારો યથાવત રાખવામાં આવશે.તેવી હાલ ભાજપે સત્તાવાર રીતે જાહેરાત કરી છે.

મોરબી જિલ્લાના ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ જણાવ્યું હતું કે મોરબી શહેર મંડળને પ્રમુખ માટેની ઉમેદવારી ફોર્મ ભરવાનું રહેશે નહીં. આવનારા દિવસોમાં જ્યારે મોરબી મહાનગર બનશે ત્યાર બાદ જ આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. હાલ શહેર ભાજપ માટે નવું માળખું તૈયાર કરવામાં નહીં આવે. મોરબી મહાનગરપાલિકા બની જાય પછી જ નવુ માળખું રચાશે.