આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વાએ જાહેરાત કરી કે આસામમાં ગૌમાંસ વેચવા અને રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં હવેથી ગૌમાંસ રાખવું કે વેચવું ગુનો બને છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા એ જણાવ્યું હતું કે આસામમાં ગૌ હત્યા રોકવા માટે અમે કાયદો લાવ્યા છીએ. અને આ કાયદો લાગુ કરવાથી મહદ અંશે ગૌ હત્યા રોકવામાં સફળતા મળી છે.