મોરબી:- રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ રાજકોટ અને સદગુરુ મિત્ર મંડળ ટંકારા દ્વારા ટંકારામાં આંખના રોગોના વિનામૂલ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ જે કોઈ દર્દીઓએ આંખની તપાસ કરાવવાની હોય તે દરેક દર્દીએ આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે રાખવી ફરજીયાત છે આધાર કાર્ડની ઝેરોક્ષ વગર જો કોઈ દર્દી કેમ્પનો લાભ લેવા આવશે તો એને મળી શકશે નહીં. આ કેમ્પમાં આંખના તમામ દર્દોનું નિદાન અને સારવાર જો જરૂર પડે તો ઓપરેશનની જરૂરિયાત હોય તો તેવા કેસમાં રાજકોટ હોસ્પિટલમાં ફેકો મશીન દ્વારા મોતિયાનું ઓપરેશન નેત્રમણી પણ વિનામૂલ્ય મૂકી આપવામાં આવશે એટલું જ નહીં ટંકારા થી જવા આવવા માટે વાહન વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવશે એ પણ તદ્દન ફ્રી આ કેમ્પની તારીખ 6/8/2025 અને બુધવાર છે. અને દર મહિનાની 6 તારીખે સવારે 09:00 થી બપોરે 12:00 આ કેમ્પ રાખવામાં આવશે.
કેમ્પ નું સ્થળ:– એમડી સોસાયટી હોલ રાજકોટ મોરબી હાઇવે ટંકારા.
નોંધ:- કેમ્પમાં રાહત દરે નંબર વાળા ચશ્મા પણ મળશે અને તે જરૂરિયાત વાળા વ્યક્તિને મફત આપવામાં આવશે.