Saturday - May 02, 2026

મોરબીમાં બે સ્થળે જુગાર રમતા છ મહિલા સહિત 12 ઝબ્બે

મોરબીમાં બે સ્થળે જુગાર રમતા છ મહિલા સહિત 12 ઝબ્બે

મોરબી : મોરબી શહેરમા બી ડિવિઝન અને એલસીબી પોલીસે જુગારના અલગ અલગ બે દરોડા પાડયા હતા જેમાં એલસીબીએ ભડિયાદ રોડ ઉપર રહેણાંક મકાનમાં જુગાર રમતી છ મહિલા સહિત દસ જુગારીઓને ઝડપી લીધા હતા. જ્યારે બી ડિવિઝન પોલીસે ભીમસર ચોકમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં મોરબી એલસીબી ટીમે ભડિયાદ રોડ ઉપર સાયન્સ કોલેજ સામે કિશોરભાઈ બાબુભાઇ વાઘાણીના રહેણાંકમાં દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી કિશોરભાઇ બાબુભાઇ ઉર્ફે બાલાભાઇ વાધાણી, વિજયભાઇ રાજેશભાઇ પરમાર, જયેશભાઇ જગદીશભાઇ પીપડીયા, હાર્દીકભાઇ જગદીશભાઇ પ્રજાપતી, પ્રીતિબેન અનિલભાઇ જંજવાડીયા, જ્યોતીબેન મુન્નાભાઇ ડોડીયા, મંજુલાબેન મોહનભાઇ રાઠોડ, દામીનીબેન અક્ષ્રરાજ ધવેશા, નિમુબેન મહેશભાઇ જંજવાડીયા અને રંજનબેન રાજેશભાઇ પરમારને રોકડા રૂપિયા 21,600 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.

જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ભીમસર ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ભરતભાઇ જીકાભાઈ અઘારા અને ગોપાલભાઈ જીવણભાઈ પંસારાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3250 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.