Wednesday - Jul 01, 2026

મોરબીમાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે પ્રાદેશિક મેળો યોજશે

મોરબીમાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે પ્રાદેશિક મેળો યોજશે

જયમાં મહિલાઓના સશક્તિકરણ માટે ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી. (જી.એલ.પી.સી.) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃતિઓ અન્વયે મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તારીખ: ૧૩ થી ૨૨ સુધી રત્નકલા ગ્રાઉન્ડ, સ્કાય મોલની બાજુમાં, શિવ હોલ સામે શનાળા રોડ મોરબી ખાતે પ્રાદેશિક મેળાનું આયોજન કરેલ છે. આ પ્રાદેશિક મેળામાં ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહિત કરવા મોરબીવાસીઓને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તથા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.