Saturday - Apr 25, 2026

વાંકાનેર શહેરના જય ગોપાલ ડેરી ફાર્મમાં ચોરીનો પર્દાફાશ.

 વાંકાનેર શહેરના જય ગોપાલ ડેરી ફાર્મમાં ચોરીનો પર્દાફાશ.

​વાંકાનેર: વાંકાનેરના નવાપુરા પંચાસર રોડ પર આવેલ જય ગોપાલ ડેરી ફાર્મમાં ₹૧.૯૪ લાખની રોકડની ચોરી થઈ હતી. ચોરીમાં ચેકબુક અને બિલ ભરેલો થેલો પણ ગાયબ થયો હતો.

​ડેરીના માલિક *લિંબાભાઈ કરશનભાઈ સરૈયા (૪૫)*એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા શખ્સે નજર ચૂકવીને ચોરી કરી હતી.

​પોલીસે તપાસ શરૂ કરતાં, હસનપર બ્રિજ પાસે એક શંકાસ્પદ વ્યક્તિ *આફતાબ હસનભાઈ બેલીમ (૨૫)*ને ઝડપી પાડ્યો હતો. તેની તપાસ કરતાં, તેની પાસેથી ચોરી થયેલો થેલો મળી આવ્યો. થેલામાંથી ચોરી થયેલી ₹૧.૯૪ લાખની રોકડ, બિલ બુક અને જય ગોપાલ ડેરી ફાર્મની ચેકબુક પણ મળી આવી હતી.

​આરોપી આફતાબ હસનભાઈ બેલીમ મૂળ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નાની વાવડી ગામનો રહેવાસી છે અને હાલ હસનપરમાં રહે છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.