ટંકારા : મોરબી જિલ્લામાં તસ્કરો કારખાનાને નિશાન બનાવી કિંમતી કોપર વાયરની ચોરી કરી રહ્યા હોવાના ઉપરા છાપરી બનાવ વચ્ચે ટંકારા તાલુકાના મિતાણા ગામની સીમમાં આવેલ ફ્લોરા નામના કારખાનામાંથી તસ્કરો 150 કિલોગ્રામ કોપર વાયર કિંમત રૂ.1.50 લાખની ચોરી કરી ગયા હતા. ચોરીની આ ઘટના અંગે ફેકટરીના સંચાલક મુકેશભાઈ નાથાભાઇ ઝાલાવડીયા રહે.કાલાવડ રોડ, રાજકોટ વાળાએ ફરિયાદ નોંધાવી હતી.