Monday - Jul 06, 2026

માળીયા મી તાલુકાના મોટાભેલા ગામ ના યુવાને આર્મીની ટ્રેનીંગ પુરી કરી વતન આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

માળીયા મી તાલુકાના મોટાભેલા ગામ ના યુવાને આર્મીની ટ્રેનીંગ પુરી કરી વતન આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

માળિયા મિયાણા: - જાણવા મળતી માહિતી અનુસાર માળીયા મી તાલુકાના મોટાભેલા ગામ ના યુવાન મોઢુતરીયા લાલજીભાઈ નાગજીભાઈએ આર્મી ની ટ્રેનીંગ પુરી કરી વતન આવતા તેમનું આજે પીપળીયા ચાર રસ્તા થી મોટાભેલા ગામ સુધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,અને સમગ્ર ગામ વાસીઓ તથા સગા સંબંધીઓ દ્વારા તેમનું ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું, તેમના ગામ નું નામ રોશન કરનાર મોટાભેલા ગામના વાસીઓએ ભારત માતા કી જય વંદેમાતરમ્ ના નારા લગાવી દેશ ભક્તિ ઉજાગર કરી હતી, ગામ પંચાયત ના સરપંચ તેમજ સમગ્ર ગામ વાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ફુલોનો વરસાદ કરી ને સમગ્ર ગામ સમસ્ત ભવ્ય હેત વરસાવ્યો હતો, આ તકે ગામ સમસ્ત અને બહાર થી આવેલા તમામ મહેમાનો માટે ભોજન સમારંભ પણ યોજવામાં આવ્યો હતો.

માળીયા મી તાલુકાના મોટાભેલા ગામ ના યુવાને આર્મીની ટ્રેનીંગ પુરી કરી વતન આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.