Saturday - May 18, 2024

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર રહેતા યુવાનને કોઈ જૂની અદાવતથી હેરાન કરાયો

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર રહેતા યુવાનને કોઈ જૂની અદાવતથી હેરાન કરાયો

સીરામીક હબ ગણાતા મોરબીમાં પોતાની શૈક્ષણિક સહિતની કાબેલિયત મુજબ સ્ત્રી અને પુરૂષો લાખો કમાય શકે છે. જો કે આઝાદી પહેલા સ્ત્રી ઘરની ચાર દિવારીમાં હોય અને એનું અસ્તિત્વ માત્ર પતિ અને બાળકો સુધી સીમિત હોય પણ હવે દરેક ક્ષેત્રે પુરુષ કરતા સ્ત્રી ચડિયાતી બની ગઈ છે. સ્ત્રીમાં મોટી બૌદ્ધિક ક્ષમતા હોય અને ઉપરાંત માં જગદંબાનું સ્વરૂપ હોય એ આ માવડીઓની તોલે પુરુષ ક્યારેય ન આવે.

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર રહેતા યુવાનને તેમના જુના પરિચિત મહિલા, પુત્રી અને જમાઈએ ટેલિફોનિક ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા બીપીનભાઇ નટુભાઇ સારેસા ઉ.વ. 36 નામના યુવાનને આરોપી મનીષાબેન મનુભાઇ ચાવડા રહે. પીપળા,તા ધ્રાંગધ્રા, જી સુરેન્દૃનગર, અનિતાબને વાલજીભાઇ પરમાર અને વાલજીભાઇ પરમાર રહે બન્ને ગામ સાપકડા, તા.હળવદ વાળાએ ટેલિફોનિક ધમકી આપી જાનથી મારી નાખવા અવાર-નવાર ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અરજીના આધારે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.