Wednesday - Jul 22, 2026

મોરબીના હરીપર (કે) નજીક તિક્ષણ હથિયારના ઘા ઝીકિને કરી યુવાનની હત્યા

મોરબીના હરીપર (કે) નજીક તિક્ષણ હથિયારના ઘા ઝીકિને કરી યુવાનની હત્યા

મોરબી નજીકના હરીપર (કેરાળા) ગામ પાસે સીરામીક કારખાના નજીક યુવાન ઉપર અજાણ્ય શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેને છાતી, પડખા અને પેટના ભાગે ત્રણ તિક્ષણ હથિયારના ઘા મરવામાં આવ્યા હતા. જેથી તે યુવાનનું મોત નીપજયું છે અને હત્યાના આ બનાવ સંદર્ભે અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.

રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ સિયારામ વિટ્રીફાઈડમાં લેબર કોન્ટ્રાકટ રાખતા કરણસિંહ પૃથ્વીસિંહ નાયક(ઉ.વ. 32)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામની વચ્ચે આવેલ આઇકોલક્ષ સીરામીકમાં તેના ભાઈ ઓમપ્રકાશનો લેબર કોન્ટ્રાક્ટ છે અને ત્યાં તેની નીચે કામ કરતા ધર્મેન્દ્રસિંહ લક્ષમણસિંહ બનજારા (36) રહે, હાલ આઇકોલક્ષ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં હરીપર (કેરાળા) ગામની સીમ મૂળ રહે. ઉત્તર પ્રદેશ વાળો કામ કરતો હતો જેને તિક્ષણ હથિયારના ઘા ઝીકવામાં આવેલ હતા જેથી તે યુવાનને ગંભીર ઈજા થવાથી તે યુવાનનું મોત થયું હતું જેથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે.