Tuesday - Sep 29, 2026

મોરબીમાંથી દેશી તમંચા અને કાર્ટિસ સાથે એક ઝડપાયો

મોરબીમાંથી દેશી તમંચા અને કાર્ટિસ સાથે એક ઝડપાયો

મોરબી જિલ્લા એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે મોરબીમાં રણછોડનગર મેઇન રોડ ઉપર આવેલ અમૃત પાર્ક ખોડીયાર ડેરી ફાર્મ પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો તથા બે જીવતા કાર્ટિસ મળી આવતા આ આરોપી અજયકુમાર મનભરણ સિંઘની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.