Friday - Oct 09, 2026

વાંકાનેર નજીક રોડ ઉપર ભેંસ આડી ઉતરતા બાઈક ચાલકનું મોત

વાંકાનેર નજીક રોડ ઉપર ભેંસ આડી ઉતરતા બાઈક ચાલકનું મોત

 વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતા પુનાભાઈ મંગાભાઈ વોરા, ઉ.68 નામના વૃદ્ધ પોતાનું જીજે -03-સીએન - 0580 નંબરનું બાઈક લઈને જતા હતા ત્યારે કેરાળા ગામના પાટિયા પાસે રોડ ઉપર અચાનક ભેંસ આડી ઉતરતા પુનાભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા ઉત્તરપ્રદેશના વતની કમલાકાન્ત દુર્ગાપ્રસાદ ચૌધરી ઉ.29 રહે.હાલ ચંદ્રપુર, આરાધના ગેસ્ટ હાઉસ વાળાને ઇજાઓ પહોંચતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.