Monday - Jun 29, 2026

મોરબી નજીક સાયકલ ઉપરથી પટકતા યુવાનનું મોત

મોરબી નજીક સાયકલ ઉપરથી પટકતા યુવાનનું મોત

મોરબી તાલુકાના વાંકડા ગામથી ખરેડા ગામ તરફ જતા રસ્તે રાજબાઇ તળાવ પાસે રોડ ઉપર પ્રકાશભાઇ સરદારભાઇ બામણીયા ઉ.વ.૨૧ સાઇકલ લઇને હટાણુ કરવા જતો હોય તે દરમ્યાન કોઇ કારણોસર સાઇકલ સાથે નીચે રોડ પર પડી જતા ડાબા પગે તેમજ શરીરે ઈજા થતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.