Monday - Oct 05, 2026

મોરબીના આમરણ ગામે તળાવમાં ડૂબી જતા યુવકનું મોત

મોરબીના આમરણ ગામે તળાવમાં ડૂબી જતા  યુવકનું મોત

મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામની સીમમાં પીપળીયા રોડ ઉપર આવેલ ઉમા જીનિંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા મૂળ મહીસાગર જિલ્લાનો વતની પર્વતભાઈ પૂંજાભાઈ ખાંટ ઉ.33 નામનો યુવાન કોઈ કારણોસર આમરણ ગામની સીમમાં આવેલ પેથરના તળાવના પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે