Sunday - May 10, 2026

મોરબીના નીચી માંડલ ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

મોરબીના નીચી માંડલ ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ ઇટાલેક સિરામિક ફેકટરીમાં રહેતા રાધેશ્યામ રામચંદ્રભાઈ ઉ.29 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા કારખાનાની ગટરમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્નીએ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.