વાંકાનેરના જાલીડા ગામ પાસેની એક કોટન જીનમાં વિકરાળ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. હાલ ફાયરની ટિમો દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના જાલીડા ગામ પાસે આવેલ સુમિન્તર ઇન્ડિયા ઓર્ગેનિક નામના કોટન જીનમાં આજે કોઈ કારણોસર આગ લાગી છે. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. બનાવને પગલે ચોટીલાથી એક અને રાજકોટથી 3 ફાયરબ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી છે. હાલ ફાયરની ટિમો આગ કાબુમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યો છે.