Monday - Aug 24, 2026

મોરબી નજીક બાઈક સ્લીપ થવાથી યુવાનનું મોત

મોરબી નજીક બાઈક સ્લીપ થવાથી યુવાનનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં રહેતા ખોડાભાઈ મલાભાઇ નંદેસરીયા નામનો ૪૫ વર્ષનો યુવાન બાઈક લઈને મોરબીના જેતપર-પીપળી રોડ ઉપરથી જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ ગયુ હતુ.જેથી તે રોડ ઉપર પટકાતા માથા અને શરીરના ભાગે થયેલ ઇજાઓના પગલે ખોડાભાઈ નંદેસરિયા નામના યુવાનનું મોત નીપજ્યું હતું અને ડેડબોડીને સિવિલ ખાતે લાવવામાં આવતા હોસ્પિટલ દ્રારા પોલીસને જાણ કરવામાં આવેલ હોય હાલ તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.