Thursday - Jul 16, 2026

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્રની પેટા ચૂંટણીની આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે આ ચૂંટણી પહેલા વાંકાનેર નગરપાલિકાની 11 બેઠકો ભાજપ તરફી બિનહરીફ થઈ હતી. એટલે શરૂઆતમાં જ વાંકાનેર નગરપાલિકા પર ભાજપનો કબજો રહ્યો હતો. ગત ચૂંટણીમાં કોંગ્રેસનો વહાટ વોશ થતા એકપણ બેઠક કોંગ્રેસને મળી ન હતી. આ વખતે ચૂંટણીમાં પાંચ બેઠકો કોંગ્રેસને મળી છે. જ્યારે એક બેઠક અપક્ષ અને એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. જો કે વાંકાનેર નગરપાલિકા પર ભાજપનો કુલ 28 બેઠકમાંથી 21 બેઠકો સાથે ભવ્ય વિજય થયો છે. આથી વાંકાનેર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પણ ભાજપ સતા સ્થાને રહ્યું છે.

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર

કુલ બેઠક 28
ભાજપ 21
કોંગ્રેસ 5
અપક્ષ 1
આપ 1