હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં આજે ભાજપની ભવ્ય જીત થઈ છે અને કોંગ્રેસને કારમી હાર સહન કરવાની નોબત આવતા કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. જેમાં હળવદ નગરપાલિકાની 28 બેઠકમાંથી 27 બેઠક પર ભાજપનો ઝળહળતો વિજય થયો છે અને હળવદ નગરપાલિકા પર ફરીથી ભાજપાનો ભોગવો લહેરાયો છે. હળવદ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફરી વળતા હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવે સહિતના મહારથીઓની કારમી હાર થઈ છે. હળવદ નગરપાલિકાના સાત વોર્ડ ની 28 બેઠક માટે મતગણતરી પુણૅ થતા ભાજપની ભવ્ય જીતનું ચિત્ર સ્પષ્ટ થતા ભાજપના કાર્યકરો તથા આગેવાનોએ જીતને વધાવી છે.