માળિયા મિયાણા તાલુકા પંચાયતની સરવડ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન અરજણભાઈ હૂંબલ ને 1087 મત જ્યારે ભાજપના ઉમેદવાર ચંપાબેન મણિલાલ સરડવાને 904 મત મળ્યા હતા. આમ 183 મતે કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા છે.