Friday - Jan 24, 2025

વાંકાનેરના રાણેકપર રેલવે ફાટકે ટ્રેન હેઠળ ઝંપલાવી યુવાનની આત્મહત્યા

વાંકાનેરના રાણેકપર રેલવે ફાટકે ટ્રેન હેઠળ ઝંપલાવી યુવાનની આત્મહત્યા

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના રેલવે ફાટક પાસે ગઈકાલે સાંજના સમયે અંદાજે 25થી 30 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાને રેલવે ટ્રેક ઉપર ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં રેલવે સ્ટેશન માસ્તર દિપક કુમાર ઓમપ્રકાશભાઈએ જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા યુવાનના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.