Friday - May 01, 2026

નટરાજ ઓવરબ્રિજના કામમાં ક્ષતિ રહી જતા એટલો ભાગ તોડવાની કામગીરી શરૂ

નટરાજ ઓવરબ્રિજના કામમાં ક્ષતિ રહી જતા એટલો ભાગ તોડવાની કામગીરી શરૂ

મોરબીના નટરાજ ફાટક ઉપર ટ્રાફિક સમય દૂર કરવા રેલવે ઓવરબ્રિજનું જોરશોરથી કામ ચાલી રહ્યું છે. એ દરમિયાન ઓવરબ્રિજના ભાગમાં ક્ષતિ રહી જતા એ ભાગ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું હતું કે, કામ નબળું નથી થયું પણ અમુક જગ્યાએ ક્ષતિ રહી ગઈ હોય એટલો ભાગ તોડી નાખવામાં આવી રહ્યો છે.


મોરબીમાં નવા બની રહેલા રેલવે ઓવર બ્રિજના કામમાં ક્ષતિ રહી જતા એટલો ભાગ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નટરાજ ફસ્ટાક પર એક કિલોમીટર જેટલો રેલવેનો ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. પિયર કેપની કાસ્ટિંગ કર્યા બાદ આર એન્ડ બી વિભાગ દ્વારા એલાયમેન્ટ ચેકીંગ કરતા 5 એમ એમ જેટલું વેરીએશન આવતા તે પિયર કેપ તોડવાનું આર એન્ડ બી વિભાગે સૂચના આપી હતી. સૂચના મુજબ હાલ બ્રિજની પિયર કેપ તોડવામાં આવી રહી છે.