Monday - Jun 29, 2026

મોરબીના પાનેલી ગામની પથ્થરની ખાણમાં યુવાનનું ડૂબી જતાં મોત

મોરબીના પાનેલી ગામની પથ્થરની ખાણમાં યુવાનનું ડૂબી જતાં મોત

મોરબી : વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ ટોડો સિરામિક કારખાનમાં રહેતો સંજયભાઈ દેવાભાઈ જંજવાડિયા ઉ.35 નામનો યુવાન મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં પથ્થરની ખાણમાં ભરાયેલ પાણીમાં માછલી પકડવા ગયો હતો. ત્યારે કોઈ કારણોસર પથ્થરની ખાણમાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.