મોરબીના ઘૂટું રોડ પર થોડા દિવસો પહેલા સીરામીકમાં કામ કરીને ઘરે પરત ફરતા યુવાનને લીફટ બહાને ઉભો રાખવી એક શખ્સ બાઇકમાં બેસીને અન્ય બે શખ્સોને બોલાવી ત્રણેયે યુવાનને માર મારી રોકડ, મોબાઈલ, બાઇકની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે લૂંટ કરનાર ત્રણેય આરોપીઓને બાઇક સાથે ઝડપી લીધા હતા.
મોરબીના ઘુટુ રોડ ઉપર શહેરના સામાકાંઠે રહેતો યુવાન સીરામીકમાં નોકરી પુરી કરી રાત્રીના સમયે બાઇક ઉપર પરત ઘરે જઈ રહ્યો હોય ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેની પાસે લિફ્ટ માંગતા યુવાનને ભલમનસાઈ દાખવીને બાઇક પાછળ બેસાડ્યો હતો. પણ આ યુવાનને ક્યાં ખબર હતી કે જેને સારો માણસ સમજી બાઇક પાછળ બેસાડ્યો એ આગળ જતાં પોત પ્રકાશીને લૂંટ ચલાવશે ? આથી આ શખ્સે પોતે ઘડેલા પ્લાન મુજબ અન્ય બે સાગરીતોને બોલાવી યુવાનને માર મારી લૂંટ ચલાવીને ભાગી ગયા હતા. પણ પોલીસના સકંજાથી બચી શક્યા ન હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય લૂંટારુંઓ અજય દેવાભાઈ શિહોરા, રવિ ઉર્ફે રૈયો ભૂદર પનારા અને હરેશ ઉર્ફે હની જીલાભાઈ સારલા રહે ત્રણેય થાનને ચોરાઉ
બાઈક સાથે ઝડપીને પૂછપરછ કરતા ઝડપાયેલા આરોપી પૈકી હરેશ રીઢો ગુનેગાર હોય જેના વિરુદ્ધ મુળી પ્લીસ, મોરબી તાલુકા, મહેસાણા, સાયલા, થાન, સહિતના પોલીસ મથકમાં આઠ જેટલા ગુના નોંધાઈ ચુક્યા હોવાનું ખુલ્યું છે.