મોરબી : મોરબી તાલુકાના સાપર ગામે પોલેન્સ ગ્રેનાઇટો સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કોલોનીમાં રહેતા રાકેશ રામપ્રસાદ માલવીયા ઉ.૩૮ કામ કરતી વેળાએ ત્રીજા માળેથી નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.