Tuesday - May 05, 2026

મોરબીમાં ડમ્પરના હાઇડ્રોલીકમા દબાઈ જતા યુવાનનું કરુણ મોત

મોરબીમાં ડમ્પરના હાઇડ્રોલીકમા દબાઈ જતા યુવાનનું કરુણ મોત

મોરબીના નવલખી રોડ ઉપર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા દેવાણંદભાઇ રણમલભાઇ કુંભારવાડીયા ઉ.32 નામનો યુવાન ગઈકાલે ભડિયાદ ખાતે આવેલ અમુલ મિનરલ નામના કારખાનામાં પોતાના ડમ્પરમા હાઇડ્રોલિક ઊંચું કરી કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક હાઇડ્રોલિક નીચે પડતા દેવાણંદભાઇ રણમલભાઇ કુંભારવાડીયાનું હાઇડ્રોલિક અને ચેસીસ વચ્ચે ડોકનો ભાગ દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.