મોરબી : મોરબીમાં આહીર સેના અને આહીર સમાજ દ્વારા નવરાત્રી નિમિતે ટ્રેડિશનલ એટલે પરંપરાગત રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાચીન સમયની રાસ મંડળીનો અદભુત નઝારો જોવા મળી રહ્યો છે. આહીર સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં દાંડીયા રાસ રમે ત્યારે જોનાર સો કોઈ બે ઘડી દંગ રહી જાય છે સને પ્રાચીન રાસની એવી રમઝટ બોલાવે કે આ રાસ જોનાર ખાસ વડીલોને તેમની પ્રાચીન ગરબીની યાદ આવી જાય છે.
મોરબી આહીર સેના આયોજીત સમસ્ત આહીર સમાજ માટે નવરાત્રી મહોત્સવનું જાજરમાન અને અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. આ આહીર સેના આયોજીત રાસ ગરબીનો રંગ જામી રહ્યો છે. દરરોજ માનવ મહેરામણ ઉમટે છે આહીર સમાજના લોકો પરંપરાગત પોશાકમાં રાસની રમઝટ બોલાવી રહ્યા છે સમાજના દરેક વ્યક્તિને પોતાના ઘર આંગણે રાસોત્સવ માણતા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે આ નવરાત્રી મહોત્સવના આયોજનને સફળ બનાવવા માટે સતત એક મહિનાથી રાત દિવસ જોયા વગર જહેમત ઉઠાવનાર આહીર સેના મોરબી જીલ્લાની સમાજના અગ્રણીઓએ સરહના કરી હતી.