Sunday - Aug 16, 2026

મોરબીના પરશુરામ ધામ ખાતે શસ્ત્ર શાસ્ત્ર પૂજન કાર્યક્રમનો યોજાશે

મોરબીના પરશુરામ ધામ ખાતે શસ્ત્ર શાસ્ત્ર પૂજન કાર્યક્રમનો યોજાશે

મોરબી : બ્રાહ્મણો આદિકાળથી શસ્ત્રવિધા અને શાસ્ત્રવિધાના ઉપાસક રહ્યા છે ત્યારે હિન્દૂ સનાતન સંસ્કૃતિના પાવન ઉત્સવ વિજ્યાદસમી નિમિત્તે શસ્ત્ર શાસ્ત્ર પૂજનની પરંપરાને પુનર્જીવીત કરવાના હેતુથી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તથા પરશુરામ યુવા ગૃપ દ્વારા શસ્ત્ર શાસ્ત્ર પૂજનનું આગામી વિજ્યાદસમી  તારીખ 12/10/2024, શનિવારે સવારે 10:30 વાગ્યે ભગવાન  પરશુરામ ધામ, નવલખી રોડ મોરબી ખાતે  આયોજન કરવામાં આવ્યું છે. સર્વે બ્રહ્મ બંધુ ભગીનીઓને આ કાર્યક્રમ પધારવા બંને સંસ્થાના અગ્રણીઓએ નિમંત્રણ પાઠવ્યું છે.