Wednesday - Jun 24, 2026

ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની ગરબીમાં આજ રાત્રે અંગારા, અઘોર નગારા તલવાર રાસ રજૂ થશે

ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની ગરબીમાં આજ રાત્રે અંગારા, અઘોર નગારા તલવાર રાસ  રજૂ થશે

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ 2024ની ગરબી સૌથી વધુ પ્રાચીન ગરબી માની એક ગરબી છે. જેમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 260 દીકરીઓએ ભાગ લીધો છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ ખુબ સુંદર આયોજન કરવામા આવ્યું છે. ત્યારે આજે રાત્રે આઠમા નોરતે  ગરબી મંડળની બાળાઓ દ્વારા તલવાર રાસ તેમજ અંગારા રાસ અને અલગ અલગ સ્પેશિયલ રાસો રજૂ કરવામાં આવશે. આજ રાત્રે અંગારા રાસ , અઘોર નગારા રાસ , તલવાર રાસ તેમજ મહાકાળી માં નો રાસ એવા સુંદર મજાના રાસ આ ગરબી મંડળની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવશે તો મોરબીની ધર્મપ્રેમી જનતાને આ પ્રાચીન ગરબી નિહાળવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.