Saturday - Apr 25, 2026

મોરબીમાં પેટ્રોલપંપ સંચાલકને બ્લેક મેઈલ કરી 50 હજાર માંગ્યા

મોરબીમાં પેટ્રોલપંપ સંચાલકને બ્લેક મેઈલ કરી 50 હજાર માંગ્યા

મોરબી : મોરબીમાં ન્યુઝ પેપર ચલાવતા ત્રણ ભાઈઓએ પેટ્રોલ પંપના સંચાલકને ટોલટેક્સ ન ભરવો પડે તેવા મીડિયા કાર્ડ પોતાની પાસે હોવાનું કહી 4000મા વેચી આ મીડિયા કાર્ડ રીન્યુ કરવા ત્રણ હજાર માંગતા પેટ્રોલપંપ સંચાલકે ના પાડતા બ્લેક મેઈલ કરી પંપનો બોગસ વિડિયો ઉતારી 50 હજાર માગવાની ફરિયાદ નોંધાતા સ્થાનિક મીડિયામાં હલચલ મચી ગઇ છે.


મોરબીના પેટ્રોલપંપ સંચાલક કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયાએ મોરબીમાં લોકલ ન્યુઝ પેપર ચલાવતા રાધેશ બુદ્ધભટ્ટી, જયદેવ બુદ્ધભટ્ટી અને મયુર બુદ્ધભટ્ટી નામના ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદી  નોંધાવી હતી કે, આરોપી રાધેશ બુદ્ધભટ્ટીએ અગાઉ દિવ્યદ્રષ્ટિ મીડિયા ગ્રુપનું કાર્ડ 4 હજારમાં ફરિયાદીને વેચ્યા બાદ આ કાર્ડ રીન્યુ કરાવવા માટે વધુ 3 હજાર માંગતા ફરિયાદીએ ના પાડતા આરોપીએ તમે પંપ ઉપર ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા નથી તેવો કથિત આરોપ લગાવી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો, આ મામલે સોશિયલ મીડિયામાં ચડાવેલ વીડિયો ડીલીટ કરવો હોય તો 50 હજાર આપવા પડે તેમ કહી બ્લેક મેઇલિંગ કરતા ફરિયાદી કૃષિત સુવાગિયાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.