મોરબી જિલ્લામાં ભારે વરસાદથી મોટાભાગના ગામોની ખેતી તારાજ થઈ છે અને મુખ્ય કપાસ, મગફળી સહિતના પાકોને મોટું નુકધાન થયું છે. આથી મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીના નેજા હેઠળ પાકોનું નુકશાનીનો સાચો તાગ મેળવવા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. અતિવૃષ્ટિથઈ મોરબી જિલ્લાના 344 જેટલા પ્રભાવિત ગામોમાં કપાસ, મગફળી સહિતના પાકોને નુકશાની થયાનો અંદાજ મેળવવા માટે સર્વે હાથ ધર્યો છે. ખેતીવાડીને નુકશાની અંગે આગામી 20 થી 25 દિવસ સુધી સર્વેની કામગીરી કરવામાં આવશે. વધુમાં સર્વેમાં માટે 29 જેટલી ટીમો કામે લાગી છે આ ટીમમાં ગ્રામ સેવક, તલાટી મંત્રી અને સરપંચનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું હતું.