મોરબી: પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના સ્વર્ગસ્થ પુત્ર સ્વ. ડો. પ્રશાંતમેરજાની 17મી પૂણ્યતિથિએ આજે 13 એપ્રિલે મોરબીમાં સર્વ રોગ નિદાન ફ્રી સારવાર, દવા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવાર થી બપોર સુધી મોરબીના અતુલ ઓટોની બાજુમાં વાવડી ચોકડી ખાતેના ક્રિષ્ના હોલ ખાતે આ નિદાન કેમ્પ યોજાયો હતો.
પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના સ્વર્ગસ્થ પુત્ર ડો. પ્રશાંત મેરજા ડોક્ટર બનીને લોકોની સેવા કરવા માગતા હતા પરંતુ તેમનું મૃત્યુ થતાં દર વર્ષે બ્રિજેશભાઈ મેરજાનો પરિવાર દ્વારા તેમની સ્મૃતિમાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આજે ડો. ભાવિન ગામી, સન્ની મેરજા અને ડો. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા ક્રિષ્ના હોલ ખાતે કેમ્પ યોજાયો હતો. જેમાં નકલંગ મંદિર બગસરાના મહંત દામજી ભગતે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. આ કેમ્પમાં ડો. ભાવિન ગામી, ડો. અક્ષય જાકાસણીયા, ડો. યોગેશ પેથાપરા, ડો. કિશન બોપલિયા, ડો. અલ્પેશ રંગપરિયા, ડો. નિસર્ગ પડસુંબીયા, ડો. પુલકિત પ્રકાશભાઈએ સેવા આપી હતી. બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો અને દર્દીઓને દવા પણ ફ્રીમાં આપવામાં આવી હતી.