Saturday - May 02, 2026

નવલખી બંદરે માતા પાસે કાકાએ બે દિવસ બાદ જવાનું કહેતા પુત્રએ જીવાદોરી ટૂંકાવી

નવલખી બંદરે માતા પાસે કાકાએ બે દિવસ બાદ જવાનું કહેતા પુત્રએ જીવાદોરી ટૂંકાવી

મોરબી : માળીયા મિયાણા તાલુકાના નવલખી બંદર ખાતે કાકા સાથે કડીયાકામ કરતા દાહોદના વતની સગીરે રાજકોટ રહેતા પોતાના માતા પાસે જવાની જીદ કરતા કાકાએ બે દિવસ બાદ જવાનું કહેતા મનોમન લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

માળીયા મિયાણા તાલુકાના નવલખી બંદરે કાકા સાથે કડીયાકામ કરતા મૂળ દાહોદ જિલ્લાના વતની રામસિંગ બાબુભાઇ ભગોરા ઉ.16 નામના સગીરને રાજકોટ ખાતે રહેતા માતા પાસે જવું હોવાથી પોતાના કાકાને રાજકોટ લઈ જવા કહ્યું હતું.જેથી કાકાએ બે દિવસ બાદ જશું તેમ કહેવા છતાં સગીરને લાગી આવતા નવલખી બંદરે મહાદેવ મંદિર પાસે આવેલ ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.