મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા સંજયભાઈ ઉર્ફે કરશનભાઇ હીરાભાઈ સુરેલા ઉ.વ.36 માનસિક બીમાર હોવાથી અવાર નવાર ઘેરથી કહ્યા વગર નીકળી જતા હોય છ સાત દિવસ પહેલા ઘેરથી નિકળી ગયા હતા. દરમિયાન તા.3ના રોજ સોખડા - બહાદુરગઢ રોડ પર રમેશભાઈ નરસંગભાઈ બાલાસરાના ખેતરમાં કપાસના વાવેતરમાંથી સંજયભાઈનો મૃતદેહ મળી આવતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.