મોરબી જીલ્લા અને કચ્છ જીલ્લામાં અલગ અલગ સ્થળેથી કુલ ૩૦ પશુની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી લઈને માળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
માળિયા પોલીસ મથકમાં બે ભેંસ ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરતા એક શંકાસ્પદ બોલેરો કાર જીજે ૩૬ વી ૭૨૨૫ માં ભેંસ ભરીને નીકળતા જોવા મળતા તપાસ ચલાવી હતી જે બોલેરો કાર વિજય ગેલાભાઈ ભરવાડ રહે ચુંપણી તા. હળવદ વાળાની હોવાનું ખુલતા ચુંપણી ગામે તપાસ કરતા કાર રાહુલ બાવાજીની વાડીએ હોવાની હકીકત મળી હતી અને બોલેરો કાર તેમજ ૨ ભેંસ મળી આવતા મુદામાલ કબજે લઈને આરોપી રાહુલ બાવાજીને પોલીસ મથકે લાવીને તપાસ કરતા વધુ પશુ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. જેથી પોલીસે આરોપી રાહુલ અંબારામ માર્ગી રહે ચુંપણી હળવદ, હબીબ મુસા મોવર અને તાજમહમદ ઈબ્રાહીમ મોવર રહે બંને માળિયા એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને બોલેરો કાર જીજે ૩૬ વી ૭૨૨૫ કીમત રૂ ૬ લાખ ને ભેંસ નંગ ૦૨ કિંત રૂ ૧.૪૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ મોરબી જીલ્લાના માળિયાના અંજીયાસર, માળિયા નદી, કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયાની સીમ, વર્ષામેડી, હળવદના ટીકર આસપાસના ગામો તેમજ ખાખરાળા અને બગસરા સહિતના સ્થળેથી ૩૦ પશુ ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે