હળવદ સર્કિટ હાઉસ નજીક ખાનગી બાતમીના આધારે માકદ પાદર્થ પોશડોડાના ૯૯ કિલો ૬૮૦ ગ્રામનો મોટા જથ્થો ટ્રકમાં લઈ જતા બે ઈસમોને મોરબી એસ.ઓ.જી. તેમજ હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
રાજસ્થાનનો RJ-39-GA-6051નંબરનો ટ્રક અમદાવાદ તરફથી નીકળી હળવદ થઇ કચ્છ તરફ જનાર હોય એ ટ્રકમાં એક ડ્રાઇવર તથા એક ક્લીનર મોટા પ્રમાણમાં માદક પદાર્થ પોસડોડાનો જથ્થો ભરી નીકળતા હોવાની બાતમીના આધારે મોરબી એસ.ઓ.જી.ટીમ અને હળવદ પોલીસ વોચ ગોઠવ વાહન ચેકીંગમાં રહેતા ટ્રકમાથી વનસ્પતીજન્ય માદક પદર્થ પોસ ડોડાનું વજન ૯૯ કિલો તથા ૬૮૦ ગ્રામ કિ.રૂ.૨,૯૯,૦૪૦ મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧૦,૦૦૦ ટાટા ટ્રક નં- RJ-39GA-6051 જેની કિ.રૂ. ૨૦,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપીયા- ૨૩,૦૯,૦૪૦ ના મુદામાલ સાથે આરોપી દેદારામ નારણારામ તથા બાબુલાલ ગંગારામ જાટને ઝડપી લઈ પુછપરછ કરતા અન્ય એક ઈસમ નવલારામ ગોદારાનું નામ ખુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.