Tuesday - Apr 28, 2026

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી તસ્કરો સોના અને રોકડની ચોરી કરી ઉઠાવી ગયા

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી તસ્કરો સોના અને રોકડની ચોરી કરી ઉઠાવી ગયા

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. તાલુકા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

મોરબીના નવા નાગડાવાસ ગામે અમરબેન નારણભાઈ ડાંગરના બંધ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં તસ્કરોએ આ બંધ મકાનની તિજોરી તોડીને તેમાં રહેલા 2 તોલા સોનાના દાગીના અને રોકડની ચોરી કરી છે. અમરબેન તેમના ભાઈના ઘરે ગયા હતા ત્યારે શુક્રવારે મોડી રાત્રે ચોર ટોળકીએ તેમના ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો. સવારે, અમરબેનના ભત્રીજાને આ ઘટનાની જાણ થતાં તેમણે અમરબેનને ફોન કર્યો. ઘરે પાછા ફરીને તપાસ કરતાં ચોરી થઈ હોવાની ખાતરી થઈ હતી. આ અંગે અમરબેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.