મોરબી તાલુકાના કેરાળા હરિપર ગામે ખેડૂતને ગરમીમાં રાહત મેળવવા મકાનના આગાશી ઉપર ઘસઘસાટ ઊંઘવું ભારે પડ્યું હતું. કારણ કે તસ્કરોએ તેમના મકાનમાંથી આરામથી ચોરી કરી હોવા છતાં આ પરિવારના સભ્યોને જરાય ખબર પડી ન હતી. મોડેથી સોના- ચાંદીના દાગીના અને રોકડ સહિત 3.52 લાખની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.
મોરબી તાલુકાના કેરાળા હરિપર ગામે રહેતા અમરશીભાઈ શિવાભાઈ ચારોલા ગત તા.20ના રોજ રાત્રીના સમયે તેઓ તેમજ તેમના પરિવારજનો બહાર ફળિયામાં તેમજ અગાસીમાં સુતા હતા ત્યારે તસ્કરોએ ઘરના રસોડાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી લોખંડના કબાટમાંથી 2, 02,112ના સોના તેમજ ચાંદીના દાગીના અને દોઢ લાખ રોકડા મળી કુલ 3,52,112નો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે