ટંકારા : ટંકારા તાલુકાના નાના રામપર ગામે આઠ માસ પહેલા ધૂળના ઢગલા મુદ્દે કૌટુંબિક સભ્યો વચ્ચે થયેલ બોલાચાલીનો ખાર રાખી કૌટુંબિક સભ્યએ ત્રણ અલગ અલગ કારમાં આવી મધ્યરાત્રીએ બે કારમાં તોડફોડ કરી દરવાજામાં નુકશાન કરી સીસીટીવી તોડી નાખતા બનાવ અંગે આઠ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા ફરિયાદી પરીક્ષિતસિંહ રણુભા ઝાલા ઉ.વ.33 નામના યુવકે આરોપી રામદેવસિંહ અજમલસિંહ ઝાલા રહે.ગોંડલ તેમજ તેમની સાથે ત્રણ કારમાં આવેલ અજાણ્યા સાત માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આઠેક માસ પહેલા તેમના કૌટુંબિક સભ્ય એવા આરોપીઓ સાથે રામદેવપીરના મંદિર પાસે ધૂળના ઢગલા બાબતે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી ગઈકાલે મોડીરાત્રે આરોપીઓ ત્રણ કારમાં આવી તેમના વરંડામાં રાખેલી બે કાર તેમજ દરવાજામાં તોડફોડ કરી સીસીટીવી તોડી નાખી 40 હજારનું નુકસાન પહોચાડ્યું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.