Saturday - May 02, 2026

મોરબીમાં ટ્રકની ટક્કરથી સ્કૂટર આગળના ટ્રકમાં ઘુસી ગયું, સદનસીબે જાનહાની ટળી

મોરબીમાં ટ્રકની ટક્કરથી સ્કૂટર આગળના ટ્રકમાં ઘુસી ગયું, સદનસીબે જાનહાની ટળી

મોરબી : મોરબી શહેરની ત્રાજપર ચોકડીએ ટ્રાફિક જામ હોવા છતાં ટ્રક ચાલક પુરપાટ ઝડપે ધસી આવી આગળ ઉભેલા પ્લેઝર મોટર સાયકલને ટક્કર મારતા પ્લેઝર આગળ ઉભેલા ટ્રકમાં ઘુસી ગયુ હતું.જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

મોરબીની ત્રાજપર ચોકડી પાસે ગત તા.26ના રોજ સાંજના સમયે ટ્રાફિક જામ હોય ફરિયાદી મેહુલભાઈ અનંતભાઈ પિત્રોડા ઉ.42, રહે.વૃંદાવનપાર્ક વાળા ટ્રાફિકમાં ઉભા હતા ત્યારે જીજે - 12 - બીએક્સ - 8883 નંબરનો ટ્રક ચાલક રણછોડભાઈ હમીરભાઈ નિરાસિત રહે.નવાગામ, કચ્છ વાળાએ પુરપાટ ઝડપે ટ્રક ચલાવી આગળ ઉભેલા ફરિયાદીના જીજે - 03 - એચજે - 3138ને ટક્કર મારતા પ્લેઝર આગળ ઉભેલા અન્ય ટ્રકમાં ઘુસી ગયુ હતું અને અંદાજે રૂ.20 હજારનું નુકશાન થતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.