Saturday - Aug 15, 2026

મોરબીના લૂંટાવદર ગામે સગીરાએ ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો

મોરબીના લૂંટાવદર ગામે સગીરાએ ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો

મોરબી : મોરબી તાલુકાના લૂંટાવદર ગામના પાદરમાં આવેલ જયંતીભાઈ જાલરીયાના વાડામાં ઝૂંપડામા રહેતા વિશનાબેન ગનીયાભાઈ બામનીયા ઉ.11 નામની સગીરાએ ગઇકાલે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.