Sunday - Jul 26, 2026

મોરબીમાં યુવાનને છરીનો ઘા ઝીકી લૂંટી લઈને લૂંટારૂઓ ફરાર

મોરબીમાં યુવાનને છરીનો ઘા ઝીકી લૂંટી લઈને લૂંટારૂઓ ફરાર

 મોરબીમા ગતરાતના અંધકાર વચ્ચે સીરામીક કારખાનેથી પગપાળા પોતાના લેબર ક્વાર્ટર તરફ જઈ રહેલા શ્રમિકને આંતરી ત્રણ અજાણ્યા લૂંટારૂઓ છરીની અણી તારી પાસે જે કઈ માલમત્તા હોય તે આપી દેવાનું કહેતા પણ શ્રમિકે  પોતાના પાસે રહેલી માલમતા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ યુવાનને છરી ઝીકી રોકડ સહિતનો મુદ્દામાલની લૂંટ ચલાવીને રાત્રીના અંધકારમાં ઓગળી ગયા હતા.

મોરબીના કાલીન્દ્રેશ્વર મંદિર રોડ ઉપર સનવર્લ્ડ સિરામિક કારખાનમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની ગૌતમ હરિચંદ્ર વર્મા ઉ વ. 26 નામના યુવાને પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગતરાત્રીના સમયે ડ્યુટી પુરી કરીને તેના મિત્ર આશિષ વર્મા સાથે ઉંચી માંડલ ગામે રહેતા તેમના મિત્રના રૂમે જવા હાઇવે સુધી પગપાળા જઈ રહ્યા હોય ત્યારે ક્લીન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક પહોંચતા જ પાછળથી આવેલા બે અજાણ્યા શખ્સોએ આશિષ વર્માનો ફોન ઝુંટવી ગૌતમને પણ ફોન આપી દેવા જણાવતા ગૌતમે ફોન આપવા ઇન્કાર કરતા ખિસ્સામાથી રૂપિયા 500 કાઢી લઈ ગાળો આપવાનું શરૂ કરતા ગાળો આપવાની ના પાડતા એક શખ્સે છરીનો ઘા ઝીકી દીધો હતો. બરાબર આ સમયે અન્ય ત્રીજો આરોપી બાઈક લઈને આવતા ત્રણેય આરોપીઓ સમર્પણ હોસ્પિટલ તરફ નાસી ગયા હતા. આ બનાવ અંગે ગૌતમ વર્માની ફરિયાદને આધારે સીટી બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.