વાંકાનેરનું વધુ એક રાતડીયા ગામ પાણીની ગંભીર સમસ્યાથી પીડિત છે. લિબાડાની ધારે આવેલા નર્મદાના સંપથી પાણી આવતું પણ અહીંથી પૂરતા પ્રમાણમાં એટલે જોરદાર ફોર્સથી પાણી છોડતા ન હોવાથી આ ગામમાં ખુબ ઓછું પાણી મળે છે અને લગભગ ચાર પાંચ દિવસે છેક પાણી આવે છે. જેથી અંદાજે 1200ની વસ્તી તરસી રહી જાય છે. આ ગામલોકોને પાણી માટે દર દર ભટકવું પડતું હોય લિબાડાની ધારેથી ફોર્સથી પાણી છોડવાની માંગ કરી છે.
વાંકાનેરના રાતડીયા ગામના સરપંચ રાજુભાઈ મેરના જણાવ્યા મુજબ આ ગામ રાજાશાહી વખતનું અને ગામમાં 1200 જેટલી વસ્તી મુખ્ય ધંધો ખેતી હોવા છતાં સિંચાઈની સુવિધા ન આપતા ગામની ખેતી વરસાદ અને કુવા-બોર ઉપર નિર્ભર છે. ખેડૂતોને હરી ભરી ખેતી રાખી પાકનું ઉત્પાદન મેળવવા માટે વરસાદ કે બોર અને કુવાનો આધાર લેવો પડે છે. ગામમાં આરોગ્ય કેન્દ્ર ન હોવાથી ગામલોકોને 7 કિમિ દૂર મહિકા ગામે જવું પડે છે. ગામમાં 1થી8નું પાયાનું શિક્ષણ સારું, આંગણવાડી, ગામની અંદરના રોડ રસ્તા 60 ટકા સારા, ભૂગર્ભ ગટર 100 ટકા કંપ્લેટ, કચરાના નિકાલ માટે ઇલેક્ટ્રિક રીક્ષા ફાળવી છે. આ ગામને જોડતા બીજા ગામના રસ્તામાં ગારીડા,માહિકા સેકરડી,સરોડી ગામના રસ્તા કાચા હોય પાકા કરવાની માંગ છે. તેમજ ગામમાંથી ઓવરલોડ વાહનો સતત પસાર થતા હોય તેથી અકસ્માતના ભયની સાથે આ વાહનોના ભારેખમ વજનથી ગામનો મેઈન રસ્તો તૂટી ગયો છે.