Saturday - May 16, 2026

મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીના રોડને નવો સીસીરોડ બનાવવા માટે બંધ કરાયો

મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીના રોડને નવો સીસીરોડ બનાવવા માટે બંધ કરાયો

નવો સી.સી. રોડ બનાવવાનો હોવાથી અંદાજે એકાદ મહિના સુધી આ રોડ બંધ રહેશે, વિજય ટોકીઝથી જુના બસ સ્ટેશન અને તખ્તસિંહજી રોડનો વૈકલ્પિક રૂટ તરીકે ઉપયોગ કરી શકાશે

મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીના રોડને નવો સીસીરોડ બનાવવા માટે બંધ કરાયો

મોરબી : મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રોડ નવો બનાવાનો હોવાથી આવતીકાલે બુધવારથી આટલો રોડ બંધ કરવામાં આવશે. જેની નોંધ લેવા તમામ વાહનચાલકોને મહાપાલિકાએ અનુરોધ કર્યો છે.

મહાપાલિકાના નાયબ કમિશનરની યાદીમાં જણાવ્યા અનુસાર મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધી અંદાજીત ૭૦ મીટર સી.સી.રોડનું કામ તા.૨૫/૦૬/૨૦૨૫ થી શરૂ કરવામાં આવશે. એટલે કામ ચાલુ કર્યા તારીખથી દિન-૩૦ માટે અથવા કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રોડ તમામ પ્રકારના વાહનોની અવર જવર માટે બંધ કરવાનો છે. તેમજ આ રસ્તા પરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોએ અવરજવર કરવા માટે વિજય ટોકીઝ થી જુના બસ સ્ટેશન અને તખ્તસિંહજી રોડનો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે.

મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીના રોડને નવો સીસીરોડ બનાવવા માટે બંધ કરાયો