Sunday - Jul 05, 2026

હળવદમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરીમાં પ્રવેશને લઈને બબાલ

હળવદમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરીમાં પ્રવેશને લઈને બબાલ

હળવદ : હળવદ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી આજે હળવદની મોડેલ સ્કૂલ ખાતે ચાલી રહી છે. જો કે આજે સવારે મતગણતરી શરૂ થયા બાદ માથાકૂટ થઈ હતી. મતગણતરી સેન્ટરમાં પ્રવેશ મુદ્દે રકઝક થઈ હતી. મંગળપુર ગામની સામાન્ય ચૂંટણીની મતગણતરી માટે કેટલાક લોકોએ અંદર પ્રવેશવા માટે માથાકૂટ કરી હતી. જો કે પોલીસે લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. મહત્વનું છે કે, હળવદ તાલુકાની 8 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે.