મોરબી : મોરબીના લાલપર પાસે સર્વિસ રોડ ઉપર આજે સાંજના અરસામાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ છેડાયું હતું. જેના કારણે થોડીવાર માટે સર્વિસ રોડ બંધ થઈ ગયો હતો. બીજી તરફ આ સર્વિસ રોડ ધમધમતો હોય, સદનસીબે આખલા યુદ્ધને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.